રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામા અત્યાર સુધી ૭ ખિલખિલાટ વાન કાર્યરત હતી અને આજે ૮ મી નવી ખિલખિલાટ વાન ને ખુલ્લી મુકવામા આવેલ છે.જેનાથી આજુબાજુના ગામના સગર્ભા મહિલાઓને ખુબ સરળ અને ઝડપી સેવા મળે તેના સંદર્ભ તાલાળા ટિ.એચ.ઓ. ડૉ.ભાવિક કુંભાણી તથા હોસ્પિટલ અધિક્ષક ડૉ.આષિશ માકડીયા ગાયનેક ડો.અક્ષય હડીયલ તથા હોસ્પિટલ સ્ટાફ ૧૦૮ જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા તથા ખિલખિલાટ સ્ટાફ અને ૧૦૮ સ્ટાફની હાજરીમા ખિલખિલાટ વાનની માહિતી આપી અને ખિલખિલાટને ખુલ્લી મુકવામા આવેલ છે.છેલ્લા ૧૨ માસમા ખિલખિલાટ વાનમા માતા અને બાળકને હોસ્પિટલ થી ઘરે સુરક્ષીત રીતે મુકવામા આવેલ છે.અને સગર્ભા મહિલાઓ ને રેગ્યુલર તપાસ માટે ઘરે થી હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘરે મુકવામા આવેલ છે. ખિલખિલાટ દ્વારા છેલ્લા ૧૨ માસમા ૨૪૭૫૨ લાભાર્થીઓએ સેવાનો લાભ લીધેલ છે.