અત્યારે કોરોનાને અટકાવવા સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી હોવા છતાં કેટલાક લોકો ટોળા વળીને સમાજ સેવા કરતાં કોરોનાનો ભય રહેલો છે પરંતુ સુરત મ્યુનિ. અને કેટલીક સમાજ સેવી સંસ્થાઓએ આયોજન બધ્ધ રીતે સોશ્યલ ડિસ્ટન્સ રાખીને જરૂરિયાત મંદોને ભોજન પહોંચાડી કોરોના સમયે સમાજ સેવા સલામત રીતે થાય તેનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
સુરતમાં આવી પડેલી કોરોનાની આફત સામે અનેક સમાજ સેવી સંસ્થા અને લોકો આગળ આવી રહ્યાં છે પરંતુ કોરોનાની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ ખાસ જરૃરી હોવા છતાં તેની જાળવણી કરવાના બદલે ટોળે ટોળા સાથે સમાજ સેવા કરી રહ્યાં છે. આવા પ્રકારની સમાજ સેવા સમાજ માટે મુસ્કેલી ઉભી કરી શકે તેમ છે. અતિ ઉત્સાહી લોકો ટોળામાં ભેગા થતાં હોવાથી કોરોનાનો ચેપ લાગી શકે તેમ છે. આવા સમયે સુરતમ્યુનિ. તંત્રએ કેટલીક સામાજિક સંસ્થા સાથે કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરીને ભુખ્યાને ભોજન આપવા માટેની કામગીરી શરૃ કરી છે.
સુરત મ્યુનિ.ના આસી. કમિશ્નર ગાયત્રી જરીવાલા કહે છે, સુરતમાં ઘર વિહોણા લોકો મ્યુનિ.ના રેન બસેરામાં રહે છે તેાઓ માટે ભોજન પુરૂ પાડવા સાથે હાલમાં ઘર વિહોણા લોકો જે બ્રિજ નીચે કે અન્ય જગ્યાએ રહેતા હોય તેને લોકોના સહયોગથી ભોજન આપવામાં આવી રહ્યું છે. હાલમાં અન્નપુર્ણા ફાઉન્ડેશન અને સેવા ટ્રસ્ટ દ્વારા ભોજન માટેની વ્યવસ્તા ગોઠવવામા આવી છે.
જોકે, ભોજન બનાવતી વખતે પણ કોરોનાની ગાઈઢ લાઈનનો ખાસ ખ્યાલ રાખી દરેક વ્યક્તિ એકથી દોઢ મીટરના અંતરે હોય તેનો ખ્યાલ રાખવામા આવી રહ્યો છે.
આ ઉપરાંત જ્યારે ભોજન આપવાની કામગીરી થાય ત્યારે ભોજન લેવા આવનાર વ્યક્તિ એક મીટર દુર બેસે તેવું આયોજન કરવામા આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા શેલ્ટરમાં ભોજન આપવા સાથે ઘર વિહોણા લોકોને ભોજન આપવામા આવી રહ્યું છે. સાથે સાથે ફુડ પેકેટ બનાવીને પણ જરૂરિયાત મંદ લોકોને ભોજન મેળે તેવા પ્રયાસ થઈ રહ્યાં છે.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમા કૈલાસનગર ખાતે મહેતા પાર્કમાં ચંદ્ર મણી જૈન સંઘ અને શાલીભદ્ર કોમ્પ્લેક્ષ જૈન સંઘ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભોજન બનાવવા સાથે ગરીબોને ભોજન આપતી વખતે પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખવામા આવી રહ્યું છે.
સમાજ સેવામાં સોશ્યલ ડિસ્ટન્સ માટે કેટલીક સંસ્થા ટોળા ભેગા કરીને સેવા કરતી સંસ્થાઓ માટે માર્ગદર્શનક બની રહી છે. જો આ પ્રકારથી સમાજ સેવા કરવામા આવે તો ભુખ્યાને ભોજન મળવા સાથે સાથે કોરોના ફેલાવવાનો ભય પણ ઓછો રહેશે.