નર્મદા: દેડીયાપાડાના ચીકદા ગામેથી છાણના ઉકરડામાંથી ભારતીય બનાવટનો ૮૨૦૦ રૂ નો ઇગ્લીશદારૂ શેધી કાઢતી દેડીયાપાડા પોલીસ

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ગુજરાત રાજ્યમાં દારૂ પ્રવુતીને નેસ્ત નાબુદ કરવા સારૂ મુ.પો.અધિ.સા ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાતથા ના.પો.અધિ.રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે.તથા સ્ટાફના માણસો માણસો પ્રોહી.રેઇડમાં નીકળેલા હતા તે દરમ્યાન પો.સ.ઇ.એ.આર.ડામોર નાઓને ખાનગીરાહે બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, ” કરમસીંગભાઇ ઓલીયાભાઇ વસાવા રહે-ચીકદા હાઇસ્કુલ ફળીયા તા.દેડીયાપાડાનો ઇગ્લીશ દારૂનું ગે.કા.વેચાણ કરે છે અને ઇગ્લીશ દારૂનો જથ્થો તેના ઘરના વાડામાં આવેલ ઉકરડામાં સંતાડી રાખેલ છે – જે મહિતી આધારે તેના ઘરે રેઇડ કરતા તેના ઘરના વાડામાં આવેલ છાણના ઉકરડામાં દાટી રાખેલ (૧) સોમ પાવર ૧૦,૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના બીયર ટીન નંગ-૮ કિ.રૂ.૮૦૦/- તથા (૨) સીગ્રામ ઇમ્પીરીયલ બ્લ ફોર મહારાષ્ટ્ર ૧૮૦ મી.લી. કાચના ક્વાટરીયા નંગ-૬ કિ.રૂ.૬૦૦/- તથા (3) લેબલ વગર ના પ્લા.ના ક્વાટરીયા નંગ-૮૦ કિ.રૂ.૬૮૦૦/- મળી કુલ કિ.રૂ.૮૨૦૦/- નો પ્રોહી.મુદામાલ મળી આવતા તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છેપોલીસ અધિક્ષક શ્રી નર્મદા તથા ના.પો.અધિ.શ્રી રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વધુમાં વધુ ઇગ્લીશ દારૂની ગે.કા. હેરાફેરી/વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસ પ્રયત્ન શીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *