રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં રવિવારે રાત્રે ગિરનારી નગર સોસાયટીમાં રહેતા ઝાલા પ્રદ્યુમનસિંહ ના બંધ મકાનમાં દરવાજા નો લોક તોડી ઘર ની તિજોરી મા પડેલ રોકડ રકમ ૧૦ હજાર મંદિર મા ભગવાનના ચાંદીના સિક્કા નંગ ૬ તેમજ બાજુમાં રહેતા બારોટ અશ્વિનભાઈના મકાનમાં દિવાલ કુદીને ઘરમાં પ્રવેશ કરી ને ખુરશી પર ચડીને ચોરી રસોડોની લોખંડની ડીલ તોડવા પ્રયાસ કરતા મકાન માલિક જાગી જતાં તસ્કરો ઓ નાસી છૂટ્યો હતા તેમજ હાઈવે રોડ પર આવેલ હળવદ વૈજનાથ સોસાયટીમાં રહેતા નારણભાઇ ગાંડાભાઈ પરમારના પોતાની અગાશી પર સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો મકાનના દરવાજાને લોક તોડી તિજોરીમાં પડેલ ૪ તોલા સોનાનો હાર .૨ તોલા મંગળસૂત્ર. ૪ જોડી સોનાના બુટીયા ૧ કંદોરો અને ૭૨ હજાર રોકડા રકમ મળી ને લાખો રૂપિયા ની ચોરી થતા મકાન માલિક નારણભાઈ પરમાર અને પ્રદ્યુમનસિંહઝાલા એ હળવદ પોલીસ સ્ટેશન મા ફરિયાદ અરજી કરેલ હતી ત્યારે પોલીસ એ ઘટના સ્થળે જવા ની તજવીજ હાથ ધરી હતી.