રિપોર્ટર: ગૌતમ વ્યાસ, કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને જે તે સંબંધિત કચેરી દ્વારા સર્વે કરીને વળતરની માંગ સાથે ગરુડેશ્વર તાલુકા પંચાયત કચેરીએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઓરપા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સહિત અન્ય ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે ગુજરાત સરકારે 123 તાલુકાનો સમાવેશ આ સહાયમાં કર્યો છે ત્યારે અમારા ગરુડેશ્વર તાલુકાનો પણ આ સહાયમાં સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર ચુકવવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી હતી. જેમાં ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ આ ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવા માટેની ખાતરી આપી હતી.