નર્મદા :કેવડીયા બંધના એલાનનો વિરોધ: કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

કેવડિયા સરપંચ ભીખાભાઇ તડવી,ઉપસરપંચ રણજિત તડવીએ કેવડીયા બંધ ના એલાન વિરુદ્ધ નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ ને આવેદનપત્ર પાઠવ્યું. કેવડીયા વિસ્તારમાં તા.૩૦ અને ૩૧ મી ઓકટોમ્બરે કોઈ બહારની વ્યકિતઓ દ્વારા બંધનું એલાન આપેલ છે.જેનો કોઠી (કેવડીયા) ગ્રુપ ગ્રામ પંચાયતના નાગરિકોએ વિરોધ કરી નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યા મુજબ કેવડીયા કોલોની,ભુમલીયા,કોઠી ગભાણા,ભુતીયાદરા વિગેરે ગામોના નાગરીકો સાથે ચર્ચા બાદ નિર્ણય કરેલ છે કે આ બંધના એલાનનો અમેં સખત વિરોધ કરીએ છીએ.હાલમાં લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હોય ખેતી ઉત્પાદનનું વેચાણ ક૨વા કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે ખુબ અગવડ પડે તેમ છે.જેથી બંધનુ એલાન ન હોવું જોઈએ. ખાસ કરીને કેવડીયા વિસ્તારના અનેક પ્રશ્નો સ૨કાર સાથે અવાર નવાર રજુઆતો ક૨તા આવ્યા છીએ અને હાલમાં પણ પંચાયત વિસ્તારના ના આગેવાનો તથા આ વિસ્તારના સામાજીક આગેવાનો સાથે સરકાર સાથે વાટાઘાટો માટે અનેક મિટીંગો ચાલુ છે. જેથી અમને વિશ્વાસ છે કે સરકાર આવા ઉપરિંથત પ્રશ્નો બાબતે સકારાત્મક ઉકેલ લાવશે. કેવડીયા વિસ્તારના ભવિષ્યમાં થનાર વિકાસ સંદર્ભે પણ જયારે જયારે જરૂર પડે અમો લોકોની વચ્ચે જઈને ગુંચને કાઢવાનો તથા પંચાયતના સભ્યો ખડે પગે પ્રજા અને ગામના નાગરીકો સાથે ૨હયા છીએ.આ વિસ્તારમાં સંઘર્ષનું વાતવર બન્યુ ૨હે અને તેનો રાજકીય ખાટ કાઢવા માટે કેટલાક લોકો અમારા વિસ્તારમાં આવી બીન જરૂરી જુઠાણા ફેલાવી પ્રજામાં ગેરમાર્ગે દોરવા અને અસંતોષ ફેલાવવા જે પ્રયત્નો અનેક સંગઠનો મા૨ફતે કરવામાં આવે છે. જેને અમો સખત શબ્દોમાં વખોડી કાડીએ છીએ.અમારા વિસ્તારમાં સુખ,શાંતિ અને સમૃધ્ધિના માર્ગ ખુલવાના છે ત્યારે આવા અસામાજીક તત્વો આવી હરકતો કરી અમારા વિસ્તારને કઈ દિશામાં લઈ જવા માગે છે તે સમજાતુ નથી. અમારા વિસ્તા૨ ને બદનામ કરી વિસ્તારને અધોગતિ ત૨ફ જતા રોકવા કાયદા કાનુનની દ્રષ્ટિ એ યોગ્ય કાર્યવાહી કરવા મારી અને ગ્રમજનોની વિનંતિ છે .તેમ આ આવેદન માં જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *