રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચના હેઠળ એલ.સી.બી, નર્મદા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલ અને પી.એસ.આઇ, સી.એમ. ગામીત અને ટીમે મળેલી બાતમીના આધારે નર્મદા એલ.સી.બી.ટીમે સ્વામી નારાયણે હોટલ ની સામે રોડ ઉપર, ડેડીયાપડા પાસેથી પ્રિતમદાસ મગનભાઇ વસાવા રહે.નદી ફળીયુ ઘાટોલી, તા.ડેડીયાપાડા, જી નર્મદા પાસેથી લાયસન્સ પરવાના વગરની એક દેશી હાથ બનાવટ ની લોખંડની પિસ્તોલ કી.રૂ.૧૦,૦૦૦/-તથા મો.સા-૧ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૪૦.૦૦૦/.ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો તથા આ પિસ્ટલ તેને તેના કાકા ચંદ્રસિંગ હિરાભાઇ વસાવા રહે.ઘાટોલી તા.ડેડીયાપાડા એ આપી હોવાનું જણાવતા એલ.સી.બી. પોલીસે પિસ્તોલ આપનાર ચંદ્રસિંગ વસાવાને ગુનેગાર જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.