રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણી આવતા પાલિકાના વોટરવર્ક્સના કુવાની પાઈપલાઈન તૂટી ગઈ હતી તે તૂટેલી પાઈપોનું ફિટિંગ થતા છોટાઉદેપુરની પ્રજાને પાણી મળ્યું.
છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં તા.17 ના રોજ બેકાંઠે પાણી પુરઝડપે આવતા ઓરસંગનદીમાં ફતેપુરા વિસ્તારમાં નગરપાલિકાનો વોટરવર્ક્સનો કૂવો આવેલો છે તેમાંથી પાણી આવે તેવી પાઈપલાઈનો તૂટી ગઈ હતી જેથી છોટાઉદેપુરની પ્રજાને રોજ પાણી આપવું અઘરું બની ગયું હતું. પરંતુ નગરપાલિકા પ્રમુખ શ્રી નેહાબેન જયસ્વાલ વારિગૃહના સ્ટાફ સાથે સ્થળ ઉપર પોહચી ગયા હતા અને તેઓ સાથે મિટિંગ કરી હતી અને જે પાઈપલાઈન તૂટી ગઈ હતી તેને જુના કુવામાંથી કાઢી ઓરસંગનદી કિનારે જે નવો કૂવો બનાવ્યો છે. તેમાં ફિટ કરી દિધી છે જેથી આગામી ચોમાસાની અંદર ઓરસંગનદીમા વધુ પાણી આવે તો પણ પાઇપો ધોવાઈ નહિ અને પ્રજાને પાણીની મુશ્કેલી પડે નહીં. નવા કુવાની અંદર પાણીની પાઇપો જોઈન્ટ કરવાની કામગીરી નગરપાલિકાના કોર્પોરેટર નરેનભાઈ જયસ્વાલે ઉપર ઉભા રહી યુદ્ધના ધોરણે બે દીવસમા કરાવતા પ્રજાને એકદિવસના આતરે ને બદલે રોજ મળતું થઇ જતાં પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે.