નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે કોરોના જાગૃતિ અંતર્ગત થેલી વિતરણનું આયોજન કરાયું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમ કર સિંહના સૂચનથી તથા નર્મદા પોલીસ ના સહયોગથી કોરોના અંતર્ગત જાગૃતિ લાવવા માટે માંગરોળ ગામના સમાજસેવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા થેલી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કેવડિયાના નગરજનોએ ભાગ લીધો હતો તથા આ કાર્યક્રમમાં સમાજ સેવાના કાર્યમાં હર હંમેશ આગળ એવા પોલીસ સ્ટાફના પી.એસ.આઇ શ્રી કે.કે પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં કોરોના ની જાગૃતિ લાવવા માટે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *