રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી ના ટાયર ના વેપારી ને ત્યાં ગ્રાહક ના સ્વાંગ માં આવેલ ગઠિયા એ વેપારી એ બેંક માં જમાં કરાવવા ટેબલ પર મૂકેલ એક લાખ રૂ ની ઉઠાંતરી કરી ચકમો આપી ચાલતી પકડી હતી આ અંગે બોડેલી પોલીસે ગુનો નોંધી ભેજાબાજ ઠગ ની તાપસ હાથ ધરી છે. બોડેલી હોસ્પિટલ નીચે આવેલી ટાયર ની દુકાન માલિક બેંકમાં નાના જમા કરાવવા માટે રૂપિયા ગણતા હતા ત્યારે એક લાખ રૂ નું બંડલ બનાવી ટેબલ પર મૂક્યું હતું તેવામાં ટાયર ખરીદવા દુકાને એક વ્યક્તિ આવ્યો હતો અને અલગ અલગ ટાયરો જોવાનું જણાવતા ટાયરો બતાવી દુકાન મલિક મનોજ દયાર વિજયે ભાવ નક્કી કર્યા હતા એ ગ્રાહકે થોડીવાર પછી લેવા આવું છું તેમ જણાવી ને જતો રહ્યો હતો અને મનોજ ભાઈ પાછા કાઉન્ટર પર જઈ સિલક જોતા ટેબલ પર ગણીને રૂ 1 લાખ મુકેલ હતા તે નહતા જેથી આજુબાજુ ની દુકાન વાડા પૂછતાં તેમને કસી ખબર નહતી દુકાનદાર મનોજ ભાઈ ને ટાયર લેવા આવેલ શખ્સ પર શંકા ગઈ હતી દુકાનદાર એ ખાતરી કરવા તેની આજુબાજુ ના સી સી ટી વી ફૂટેજ ચેક કર્યો હતા તો તેમાં દુકાને આવેલ ગ્રાહક બહાર નીકળતા ખિસ્સામાં કઈક મુકતો જણાતો હતો અને તેમની દુકાને થી થોડે દુર બીજો એક ઈસમ એક્ટિવા પર બેસેલ હતો એ તરફ જઈ એક્ટિવા પર બેસી બંને ઈસમ ભાગી ગયા હતા તેની જાણ પોલીસ ને થતાં પોલીસે ફરિયાદ નોંધી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.