રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૭૧ સેમ્પલ કોરોના વાઇરસ ને લઈ લેવાયા હતા ત્યારે નસવાડીના ભરબજારમાં ફ્રૂટ ની લારી ચલાવી રોજગારી મેળવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું કોરોના વાઇરસનો દર્દી ભર બજારમાં લારી પર બેસેલ હોઈ નસવાડીની આરોગ્ય ટીમ બજારમાં પોહચી તો રીતસરનું પેનિક ઊભુ થયું હતું અને બજાર બંધ કરવાનું છે તેવી અફવા ફેલાઇ હતી સાથે પોઝિટિવ આવેલ મહિલાને બોડેલી ખાતે આઇસોલેસન વોર્ડ માં લઈ જવામાં આવી હતી દરરોજ કમાઈ ને ખાતા પરિવાર મા કોરોના આવતા પતિ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો પોઝિટિવ આવેલ મહિલાને આરોગ્ય વિભાગે જાણ કરતા મહિલા તેના પુત્ર સાથે પગપાળા ઘરે ગઈ હતી ત્યારે અન્ય વ્યક્તિ આ મહિલા ના સંપર્ક માં આવ્યા છે કે નહિ તે તપાસ નો વિષય બન્યો છે.