રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા નગરપાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કરવા બદલ લુણાવાડા પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી ને નુકશાન ભરપાઈ કરવા વડોદરા ઝોન પ્રાદેશિક મ્યુનિિપાલિટી કમિશ્નર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.લુણાવાડા નગરપાલિકા પ્રમુખ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે આવેલી તપાસમાં પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર આદરી સત્તાનો દૂર ઉપયોગ કરી પાલિકાને રૂપિયા ૯,૫૪,૪૫૯ નું નુકશાન કર્યાનું સાબિત થતા પાલિકા કમિશ્નરે હુકમ કર્યો છે.
પ્રમુખ જયેન્દ્રસીંહ દ્વારા નગરપાલિકાના કાયદાકીય જોગવાઇઓનું ઉલ્લંઘન કરેલાનું તેમજ તેઓની સત્તા ન હોવા છતા સત્તા બહારનું કૃત્ય કરેલાનું સ્પષ્ટપણે ફલિત થતા અને તેના સીધા પરિણામરૂપે નગરપાલિકાને રૂ .૯,૫૪,૪૫૯ / – નું નાણાકીય નુકશાન કરેલાનું જણાતા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ 70 ( ૧ ) હેઠળ તેઓ જવાબદાર હોવાનું સાબિત થતા લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસીંહ વાય સોલંકી પાસેથી હુકમ થયાના દિન -૩૦ માં વસુલ કરવા હુકમ કરવામાં આવ્યો.