રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
બાલાસિનોર તાલુકામાં ગુજરાત પોલીસ દ્વારા રાજયકક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ ભીમ મહાદેવ મંદિરએ વૃક્ષો રોપી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમના અધ્યક્ષ સ્થાન એ ભૂમિરાજસિંહ મહીસાગર જિલ્લા હોમકમાન્ડર તેમજ મુખ્ય મહેમાન ગુજરાત રાજય અન્ન નાગરિક પુરવઠા ના ચેરમેન રાજેશભાઈ પાઠક, બાલાસિનોર પોલીસ સ્ટેશનના ઈસ્પેક્ટર મુકુંદભાઈ મછાર અને બાલાસિનોર નગરપાલિકાના નવનિયુક્ત યુવા પ્રમુખ ભુપેન્દ્રભાઈ તથા સૌ પોલીસ કર્મચારી ગણ, બાલાસિનોર ના હોમગાર્ડ ગણ, બાલાસિનોર ભાજપના સંગઠન પ્રમુખ કીરીટસિંહ તથા અન્ય હોદ્દેદારો અને બાલાસિનોર મામલતદાર કચેરી ના કર્મચારી ગણ હાજર રહ્યા હતા. જેમાં દરેક જવાબદાર વ્યક્તિઓ દ્વારા અલગ અલગ વૃક્ષો વાવી સંદેશ પાઠવ્યો હતો કે “વધુ વૃક્ષ વધુ ઓક્સિજન… વધુ વૃક્ષ વધુ વરસાદ…” મહીસાગર જિલ્લાના નવનિયુક્ત હોમકમાન્ડર ભૂમિરાજસિંહ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાલાસિનોર લાઈન્સ ક્લબ પ્રમુખ પ્રવીણભાઈ અને મનહરભાઈ દ્વારા માસ્ક અને સેનીટાઈઝર મફત વિતરણ કરાયા હતા. આ વન મહોત્સ કાર્યક્રમ ને ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા ના ચેરમેન દ્વારા શરૂ કરાયો હતો. જેમાં 35 વૃક્ષો રોપા રોપાયા હતા. મોટી સંખ્યામાં હોમગાર્ડ હાજર રહ્યા હતા.