બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
પોલીસ અધિક્ષક નર્મદા હિમકર સિંહ એ જીલ્લામાં મિલકત સબબ ગુનાઓ અંકુશમાં રાખવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા કામગીરી કરવાના સુચના આપતા એ.એમ. પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર,એલ.સી.બી તથા સી.એમ. ગામીત,પો.સ.ઇ. એલ.સી.બી.,તેમજ પોલીસ ટીમે સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોધાયેલ ચોરીની પાર્ટ-એ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબના ગુનાના કામે કોઇ અજાણયા વ્યક્તિએ પેટ્રોલ પંપના માલીક નયનભાઇ રણજીતસિંહ કોઠારીના ઘરમાંથી રોક્કડ રકમ રૂ.૪,૨૩,૫૦૦/- તથા મોબાઇલ ફોનની ચોરી કર્યા ની ફરીયાદ નોંધાયેલ જે ગુનાના કામના તપાસ કરતા સાગબારા તાલુકાના નરવાડી ગામે રહેતા સુનીલ ઉર્ફ નરપતભાઇ સુરેશભાઇ વસાવા ને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડી તેની વિશેષ પુછપરછ કરતાં આ ચોરી ઉપરાંત ચીકાલી ગામે હાઇવે ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે આવેલ પંક્ચર ની દુકાન વાળાનો મોબાઇલ પણ ચોરી કર્યાની કબુલાત કરતો હોય જેથી સાગબારા પોલીસ સ્ટેશન એ-પાર્ટ નં.૦૩ ૪૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવેલ આ બંન્ને અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરી ચોરીના ગુના માં સુંદર સુનીલ ઉર્ફે નરપતભાઇ સુરેશભાઇ વસાવા રહે.નરવાડી તા.સાગબારા જી.નર્મદાનાને ગુનાના કામે અટક કરી આરોપી તથા મુદ્દામાલ સાગબારા પોલીસને વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો છે.