રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
21મી સદીના સ્વપ્નદ્રષ્ટાત , ભારતરત્ન, યુવાનો માટે પ્રેરણામૂર્તિ, ખેતી પ્રધાન દેશ ના ખેડૂતો માટે હંમેશાં કાયૅરત રહેલ, ઉધોગ તથા ટેકનોલોજી ક્ષેત્રે લાભદાયક પ્રયાસો કરી દેશ માં ક્રાન્તિ સજૅનાર દેશ માટે શહીદી વહોરનાર ભારત દેશ ના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ કુ. સંગિતા ચાન્ડપા,ની આગેવાની માં રાખવામાં આવી હતી
આ શ્રદ્ધાસુમન કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માયનોરીટી ચેરમેન ફારૂક મલિક, ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ નાધેરા મૂળી બેન, વેરાવળ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ બામણીયા મીનાબેન, ગિર સોમનાથ જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી ના સુલેમાન ચાંદસર, તસ્લીમ કાજી, અમજદ પંજા, બસીર ભાઈ ગોહિલ, લલીતાબેન ખાપંડી, રીઝવાના બેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.