રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નિસર્ગ વાવાઝોડાં ના સંભવિત ખતરા ને ધ્યાને લઇ ને જંબુસર નું વહીવટીતંત્ર હરકત માં આવ્યું હોવાનાં તથા દરિયાકાંઠા ના ગામો પૈકી ૬ ગામના ૬૦૦ જેટલા અસરગ્રસ્તોને સલામત સ્થળે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ખસેડયા હોવાનાં તથા વાતાવરણ માં આવેલ બદલાવ ના કારણે દરિયા કાંઠા ના કેટલાક ગામો માં વરસાદ પડ્યો હોવાનાં સમાચાર સાંપડ્યા છે.
દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકા ને પરીણામે જંબુસર તાલુકા નું વહીવટી તંત્ર હરકત માં આવી ગયું હતું. પ્રાન્ત અધિકારી એ.કે.કલસરીયા એ નિસર્ગ વાવાઝોડાં ની દહેશત ના લીધે તાલુકાના તમામ અધિકારીઓની મીટીંગ કરી જરૂરી સુચના આપી હતી. તેમજ દરિયા કાંઠા ના ગામો ના તલાટીઓ તથા ગ્રામસેવકો ને ગામે હાજર રહેવા તાકીદ કરી હતી. પ્રાન્ત અધિકારી એ કે કલસરીયા ના માર્ગદર્શન હેઠળ જંબુસર મામલતદાર બી એ રોહિત તથા તાલુકાવિકાસ અધિકારી કરશનભાઈ પટેલ પોતાની ટીમ સાથે નિસર્ગ વાવાઝોડાં ના પગલે કોઇ જાનહાની ન થાય તે માટે દરિયાકાંઠા ના ગામો પૈકી ટંકારી, દેવલા,નાડા,માલપુર, ઇસનપુર ઝામડી,તથા મોરાદપુર નેઝા ગામના ૬૦૦ જેટલા અસરગ્રસ્તોના ને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ગામ ની શાળાઓ માં ખસેડયા હતાં. જયાં તેઓની જમવાની વ્યવસ્થા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી હતી. નિસર્ગ વાવાઝોડાં ના પગલે જંબુસર પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. આવાં વાતાવરણ વચ્ચે દરિયા કાંઠા ના કેટલાક ગામો માં વરસાદી ઝાપટા પડયા હતા. આ લખાય ત્યારે વહીવટી તંત્ર સહીત જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી તથા કાવી પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.વી.પુવાર સ્ટાફ સાથે દરિયા કાંઠા ના ગામો ઉપર ચાંપતી નજર રાખી ધનિષ્ઠ પેટ્રોલીંગ કરી રહયાં છે.