રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ચોમાસા પૂર્વે રાજપીપળા શહેરના છત્રવિલાસ,લીમડા ચોક,નિઝામશાહ દરગાહ અને સૂર્ય દરવાજા ના માર્ગો પૂર્ણ થશે
ગત વર્ષે રાજપીપળા કોલેજ રોડ તરફ ના છત્રવિલાસ માર્ગ ની અત્યંત ખરાબ હાલત હોવાથી સ્થાનિકો એ રજુઆત કરી હતી જોકે તે સમયે સ્થાનિકો ની રજુઆત ના પગલે કામચલાઉ કમગીરી પાલીકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ છત્રવિલાસ સહિત ના અન્ય ત્રણ મળી કુલ ચાર વિસ્તાર ના માર્ગો તદ્દન ખરાબ હાલતમાં હોવાથી હાલ નગર પાલીકા દ્વારા આ ચારેય માર્ગો નું કામ હાથ પર લેવાયું જેમાં આજે છત્રવિલાસ વિસ્તાર ના માર્ગનું ખાત મહુરત કરવામાં આવ્યું હતું.જેમાં પાલીકા ના કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ,માજી પ્રમુખ ભરતભાઇ વસાવા,વોર્ડ નંબર-૭ (છત્રવિલાસ)ના પાલીકા સદસ્યા કિંજલબેન તડવી ચીફ ઓફિસર જયેશભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ખાત મહુરત સમયે નગરપાલિકા ના કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે વોર્ડ આજે છત્ર વિલાસ વિસ્તારના મુખ્ય કોલેજને જોડતા રોડનું ખાત મહુરત કરવામાં આવ્યું છે.જે ઘણા સમયથી એકદમ ઉબડ ખાબડ પરિસ્થિતીમાં હતો. રાજપીપળા શહેરની જનતા ને હવે એનાથી છુટકારો મળે એના માટે આ રોડનું કામ પ્રથમ શરૂ કરવામાં આવ્યું છે. અને એ સિવાય પણ વોર્ડ નંબર-૭ માં દરેક સોસાયટીના રસ્તા,ગટર, બ્લોકના દરેક પ્રશ્નો અમે હલ કરવા તત્પર છીએ.
જ્યારે આ તબક્કે રાજપીપળા નગરપાલિકા મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતુ કે છત્રવિલાસ પાસેથી ૨૮૦ મીટરના બે રોડ ના ટુકડાનું કામ એક દિવસ માં કામ પુરુ થશે.આ સિવાય ત્રણ રોડ ના રિસર્ફેસીંગ માટેના કામ લીધા છે. રાજપીપળા નગરમાંથી ફરિયદો મળતી હતી કે ઘણા લાંબા સમયથી આ રોડના કામો થયા નથી. તો તાત્કાલીક ધોરણે ચોમાસા પુર્વે આ કામ કરી શકાય તે માટે નગરપાલિકાએ નિર્ણય કર્યો અને નિર્ણય બાદ ટેન્ડરીંગ કરી આજે અમે આ કામ શરૂ કર્યા છે.જેથી ચોમાસા પહેલા નગરની જનતાને સારા રોડ અમે આપીશું. આ કુલ ચાર માર્ગો ના કામ રીસર્ફેસીંગમાં લેવાયા છે જેમાં
છત્રવિલાસ,લીમડા ચોક,નિઝામશાહ દરગાહ અને સૂર્ય દરવાજા નો સમાવેશ થાય છે.આ ચાર માર્ગો નું કામમાં ૧૬ લાખ રૂપીયા જેટલો અંદાજીત ખર્ચ થશે.