રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
છેલ્લા કેટલાક દિવસોથી નર્મદામાં એમાં ખાસ કરીને રાજપીપલામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યા હોય, પરંતુ કોરોના દર્દીઓ માટે પૂરતી સારવાર પણ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ માં નથી મળી રહી. ત્યારે હોસ્પિટલની હાલત દયનીય સ્થિતિ માં છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગંભીર દર્દી માટે અવ્યવસ્થા જોવા મળી હતી. આ પહેલા અને અત્યારે પણ કોવિડ હોસ્પિટલમાં ગંદકીના દૃશ્યો સામે આવી રહ્યા છે. દાખલ કરેલા દર્દીઓના વોર્ડ અને શૌચાલયમાં નિયમિત સાફસફાઈ કરવામાં નથી આવતી.અગાઉ દાખલ કારેલ ગંભીર દર્દીઓની ઝાડા ઉલટી સાફ ના કરવા ના કારણે માથું ફાડી દુગંધની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યાર બાદ કોરોના દર્દીઓ માટેની અવ્યવસ્થાના દૃશ્યો ચોંકાવનારા છે. કોરોનાના દર્દીઓની ફરિયાદ પર પણ પૂરતું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આટલી મોટી હોસ્પિટલમાં રૂમો હોવા છતાં એક એક રૂમમાં ૫ થી ૬ પેસન્ટો રાખવામાં આવે છેએટલું જ નહિ ડાયાબિટીસ, બીપી સહિતની બીમારીઓની સારવાર પણ ઉપલબ્ધ નથી. દર્દીઓની સારવાર અહીં મરણ પથારીએ છે.
હાલમાં જ રાજપીપળાના એક કોરોના પોઝિટિવ આવેલ દર્દીને સારવાર હોસ્પિટલમાં દાખલ કરતા તે વોર્ડ એક દારૂ પીધેલા પેશન્ટ પણ તેમની સાથે દાખલ કરતા નશો કરેલી વ્યક્તિ જ્યાં ત્યાં થૂંકી ઊલટીઓ કરી બીજા દાખલ દર્દીઓને હેરાન પરેશાન કરી મુક્યા હતા.વારંવાર ફરજ પર હાજર સ્ટાફને રજૂઆતો કરવા છતાં અહીંયા તો એવુંજ છે અને તમારે આ તો સહન કરવું જ પડશે તેવા જવાબો આપતા દાખલ દર્દીઓ સાંભળી મુંઝાયા હતા.
ત્યાર બાદ દર્દી પોતે ડાયાબિટીસનો પેશન્ટ હોઈ તેનું સુગર લેવલ વધી જતાં આ બાબતે પણ હાજર ડોક્ટર અને સ્ટાફ ને જાણ કરતા તેઓએ ઉદ્ધતાઈ પૂર્વક કહ્યું હતું કે તમારી પાસે જે દવા હોય એ લઈ લો અમારી પાસે બીજી કોઈ બીમારીની દવા નથી. મોડે રાત્રે દર્દીની તબિયત વધુ બગડતા તેમના સગા સંબંધીઓ ને હોસ્પિટલના સ્ટાફ દ્વાર દર્દીને બીજી કોઈ હોસ્પિટલમાં લઇ જવાનું જણાવતા તેને વડોદરા રીફર કરાય રહ્યો હતો તે દરમિયાન અણીના સમયે ત્રણ ત્રણ બોટલ ચેન્જ કરતા પણ ઓકિસજન બોટલ પણ કામ ન લાગતાં હોસ્પિટલ સંચાલકો તેમજ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જો કોઈ ગંભીર દર્દી હોત તો મૃત્યુ નીપજવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
દર્દીને વડોદરા ખાતે ખસેડવા ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી હતી તેમાં ઓકિસજન બોટલ કામ ન કરતા કોવિડ હોસ્પિટલમાં પરત કરવાની શરતે બોટલ માંગવામાં આવ્યો હતો પરંતુ માનવતાના ધોરણે પણ હોસ્પિટલમાંથી સ્પષ્ટ શબ્દો માં ઓક્સિજનનો બોટલ આપવાની ના પાડી દેતા દર્દીને વગર ઓકિસજન વડોદરા મોકલવામાં આવ્યા હતા.
તો સવાલ એ છે કે શું હોસ્પિટલ માનવતાની પણ ફરજ ન બજાવી શક્યું ? એક તરફ દર્દીઓ જીવ છોડી રહ્યા છે તો શું હોસ્પિટલ વ્યવસ્થા દર્દીઓને મોતના મુખમાં ધકેલવાના પ્રયાસ કરી રહી છે? કોરોના કાળ માં કોરોના વોરિયર્સ ની બેવડી પ્રસિદ્ધિ મેળવી રહેલા ડોક્ટરની ફરજ સામે સંચાલકોની લાપરવાહી કેટલી યોગ્ય? સવાલો અનેક છે અને સવાલોના કેન્દ્રમાં છે આદિવાસી વિસ્તારની જીવન સંજીવની કોવિડ હોસ્પિટલ. બીજી વાર હોસ્પિટલ સંચાલકો આવી લાપરવાહી ન કરે અને યોગ્ય સુવિધા દર્દીઓ સુધી પહોંચાડે તે જરૂરી છે.