રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વૈશ્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે આ કાર્યમાં શંખેશ્વર 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ના ઉપક્રમે પ્રેમરત્ન પરિવાર દ્વારા અને માનવતાના મસીહા પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશીર્વાદથી અને પૂ.મુનિ નયશેખર વિ.મ.સા અને પૂ.મુનિ શૌર્યશેખર વિ.મ.સા ના માર્ગદર્શન તળે અનેકવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ શંખેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી હતી.આ લોકડાઉન દરમ્યાન પોતાના જીવના જોખમે સેવા કરતા સેવાવ્રતી સ્વયંસેવકો,ડોક્ટરો અને પત્રકાર મિત્રોનું પ્રેમરત્ન પરિવાર-શંખેશ્વર દ્વારા કોરોના વોરિયર્સનું સન્નમાન પત્ર દ્વારા સન્માનનીત કરવામાં આવ્યા.
પ્રેમરત્ન પરિવારના યુવા કાર્યકર્તા,પરમ ગુરૂભક્ત અને સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં બાલ્યકાળથી જેઓ પ્રવૃત્તિશીલ છે એવા ગાંધીનગરથી પધારેલ શ્રી પરેશભાઈ ગોહેલ દ્વારા શંખેશ્વર ખાતે ફરજ બજાવતા ડોક્ટરશ્રીઓ, મેડિકલ સ્ટાફ તેમજ લોકશાહીની ચોથી જાગીર સમાન પત્રકાર મિત્રોનું સન્માન પત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી પરેશભાઈ ગોહેલ એ જણાવ્યું હતું કે પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા 35 દિવસ થી કરવામાં આવેલ ભોજન કાર્ય તથા 3,000 માસ્ક વિતરણ અને વિવિધ સંસ્થાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિ ખરેખર પ્રશંશનીય છે એમ જણાવી વધુમાં કહ્યું હતું કે, પ્રાર્થના માટે જોડેલા અને મદદ માટે લંબાવાયેલા બે હાથ એ માણસમાં રહેલી પવિત્રતમ નિતિમતાનું દર્શન કરાવે છે.સેવાકીય કાર્યોની સાથે સાથે સૌ કોઈ દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ અને સમાજ શ્રેષ્ઠીઓ એ માનવતા ના કાર્યમાં આપેલા યોગદાનને આવકાર્યું હતું. કોરોના મહામારી વચ્ચે સેવા આપતા કાર્યકર્તા ઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે કચ્છ ઉમંગ સામાયિક દ્વારા શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ નું સન્માન પત્ર દ્વારા સન્માનિત કર્યા.સાથે શંખેશ્વર ગામે સેવા બજાવતા ડો ચીરાગભાઈ ચાવડા,ડો દેવાંગી સાકરીયા,ડો.રમેશભાઈ હાલાણી,ડો નિલેશભાઈ પટેલ,શ્રીમતિ પીનાલીબેન રાવલ-નર્સ,શ્રી રમેશભાઈ સોની,શ્રી પૂર્વેશભાઈ શાસ્ત્રી,શ્રી સુરેશભાઈ જોષી પત્રકાર,શ્રી ગોપાલભાઈ પટેલ પત્રકાર,શ્રી વિનોદભાઈ ઠાકોર પત્રકાર,શ્રી રમેશભાઈ મકવાણા પત્રકાર,શ્રી દિલીપસિંહ જાડેજા,શ્રી વિષ્ણુભાઈ ઠાકોર,શ્રી રવિભાઈ ઠાકોર,શ્રી પ્રદીપભાઈ વાઘેલા,પત્રકાર વિગેરે નું સન્માન પત્ર દ્વારા સામાજીક કાર્યકર્તા પરેશભાઈ ગોહેલ એ કોરોના વોરિયર્સનું સન્નમાન કરવામાં આવ્યું હતું.