અમદાવાદમાં બ્રેકઅપ થતા ધનાઢ્ય પરિવારની સગીરા ડ્રગ્સની ગોળીઓ અને દારૂ પીવા લાગી, નશામાં ઘરના જ સભ્યોને હેરાન કરતી પૈસાદાર અને હાઈ પ્રોફાઈલ પરિવારોના બાળકો આવા ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ પોતાની જિંદગીને બગાડતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જો કે પ્રેમમાં દગો મળતાં સગીરા ખોટા રસ્તે ચડી ગઈ હતી. સગીરાએ ડ્રગ્સની ગોળીઓ અને દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. નશો કરી અને ઘરે આવતી હતી.નશામાં ધૂત થઈ સગીરાએ હાથમાં બ્લેડ વડે ઘા મારી આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારે મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે સાવચેતીપૂર્વક સગીરાને આવું કૃત્ય ન કરવા સમજાવી હતી. મહિલા હેલ્પલાઇન અભયમ 181ને શહેરના સેટેલાઇટ વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે, મારી સગીર વયની દીકરી નશાકારક દ્રવ્યોનું સેવન કરે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સગીરાના ઘરે પહોંચી હતી.પ્રેમમાં દગો મળતાં સગીરા ખોટા રસ્તા પર ચડી અને ડ્રગ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. સગીરાએ બહારથી ડ્રગ્સની ગોળીઓ લેવાની શરૂ કરી દીધી હતી. અનેકવાર દારૂ પણ પીતી હતી. ડ્રગ્સ લઈ અને દારૂ પીને ઘરે આવતી હતી. નશામાં ઘરના સભ્યો અને માતાપિતાને હેરાન કરવા લાગતી હતી. હાથમાં બ્લેડ લઈ અને ઘા મારી મારવાનો પ્રયત્ન કરતી હતી, જેથી છેવટે માતા-પિતાએ મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે સગીરાને સમજાવી ભવિષ્યમાં આવું ન કરવા કહ્યું હતું. સગીરાએ પણ હવે પોતે નશાકારક દ્રવ્યોનું સેવન નહીં કરે તેવી બાંયધરી આપી હતી. આમ મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાને ડ્રગ્સ અને દારૂના રવાડે ચડતા બચાવી હતી.