રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવે એ આ લોક પ્રશ્ન નું ત્વરિત નિવારણ લાવવા હળવદ મામલતદારશ્રી ને આવેદન પત્ર પાઠવ્યું.
હળવદ ના મુખ્ય રસ્તા માના એક એવા સર્કિટ હાઉસ ત્રણ રસ્તા થી લઈને શ્રી બાપાસીતારામ મંદિર – ટિકર રોડ ના તરફ જવાના રસ્તા માં અત્યારે મીઠા ઉદ્યોગ ની સિઝન હોવાના કારણે હાલ રાત દિવસ મીઠા ભરેલી ટ્રકો રોડ ઉપર અવન જવન કરતી હોય છે ત્યારે હાલ માં જાણવા મળતી માહિતી મુજબ પલળેલું મીઠું ભરીને અનેક ટ્રકો આ માર્ગ પર અવન જવન કરતી હોવાથી ભીંજાયેલું મીઠું રોડ પર પ્રસરતું હોઈ અને રાત્રે અને વહેલી સવારે ઝાંકળ પણ પડતી હોવાથી આ માર્ગ પર મીઠા નું થર જામી જાય છે ને ચીકાસ પકલી લે છે ત્યારે ત્યાંથી પોતાના કામ સબબ નીકળતા 2 વહીલર ચાલકોના વાહન આ રસ્તા પર આવેલ સ્પીડ બ્રેકર પાસે સ્લીપ ખાઈ જવાથી અકસ્માત સર્જાઈ છે અને દ્વિ ચક્રી વાહન પર સવાર લોકોને નાની મોટી ઇજાઓ અને અમુક રાહદારીઓ ગંભીર ઘાયલ પણ થયા છે અને દરરોજ આશરે 3 થી 4 વાહનો આ પ્રશ્નના કારણે સ્લીપ ખાઈ જતા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેરના મુખ્ય માર્ગ માનો એક માર્ગ હોઈ હળવદ ના ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ જવા માટે આ રસ્તા નો ઉપયોગ રાહદારીઓ કરતા હોય છે અને હળવદ ની મોટા ભાગ ની સરકારી કચેરી તરફ જવાનો પણ આ મુખ્ય રસ્તો હોઈ ત્યારે ઘણા બધા રાહદારીઓ આ સમસ્યા થી પારાવાર મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.
ત્યારે આ સમસ્યા નું નિરાકરણ થાય તે માટે હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવે સામાજિક કાર્યકર વિજય ભરવાડ અને સુરેશભાઈ પટેલ એ મામલતદારશ્રી હળવદ ને આવેદન પત્ર પાઠવ્યું હતું સાથે સાથે આ પ્રશ્ન ના નિરાકરણ માટે હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે પણ ટેલિફોનિક વિનંતી કરી હતી અને આ આવેદન પત્ર ની નકલ મોરબી કલેકટરશ્રી અને ધારાસભ્યશ્રી – પૂર્વ ધારાસભ્યશ્રી ને મોકલી અને આ પ્રશ્ન નું સત્વરે નિરાકરણ થાય તેવી વિનંતી કરી હતી આગામી દિવસો માં આ રોડ ફાયર ફાયટર અથવાતો અન્ય માધ્યમ થકી પાણી થી સાફ કરવામાં આવે તો આ અકસ્માતો ના પ્રમાણ માં ઘટાડો થાય ત્યારે આ લોક પ્રશ્ન નું સત્વરે નિરાકરણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.