18 એપ્રિલે સાઉથ કોરિયન કંપની સેમસંગે ભારતમાં નવો સ્માર્ટફોન M21 લોન્ચ કર્યો છે. આ ફોનને M20ના અપગ્રેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે. તેને 4 GB અને 6 GB રેમવાળા બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે. ફોનની શરૂઆતની કિંમત 12,999 રૂપિયા છે, આ ફોનની ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમાં ફોટોગ્રાફી માટે 48 MPનો ટ્રિપલ રિઅર કેમેરા અને 20 MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
કંપનીએ આ ફોન બ્લેક અને બ્લૂ એમ બે કલ્પમાં લોન્ચ કર્યો છે. ફોનનો પ્રથમ સેલ 23 માર્ચથી શરૂ થશે. ગ્રાહકો ફોનને એમેઝોન પરથી ખરીદી શકશે.
‘સેમસંગ M21 સ્માર્ટફોન’નાં બેઝિક સ્પેસિફિકેશન
ડિસ્પ્લે સાઈઝ | 6.4 ઈંચ |
ડિસ્પ્લે ટાઈપ | ફુલ એચડી પ્લસ, 1080×2340 પિક્સલ રિઝોલ્યુશન, ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન |
OS | વન UI 2.0 બેઝ્ડ એન્ડ્રોઇડ 10 |
પ્રોસેસર | એક્સીનોસ 9611 |
રિઅર કેમેરા | 48MP(પ્રાઈમરી)+8MP(અલ્ટ્રા-વાઈડ એન્ગલ)+5MP(ડેપ્થ સેન્સર) |
ફ્રન્ટ કેમેરા | 20MP |
રેમ | 4GB/6GB |
સ્ટોરેજ | 64GB/128GB |
બેટરી | 6,000mAh વિથ 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ |
વજન | 188 ગ્રામ |