લીક / ‘મોટોરોલા Edge+’ની તસવીર લીક થઈ, ફોનમાં 108MP પ્રાઈમરી કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

Gadget Latest

 લેનોવોની માલિકીની કંપની મોટોરોલા તેના ફ્લેગશિપ સ્માર્ટફોન ‘મોટોરોલા Edge+’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં ટેક ટિપ્સટર ઈવાન બ્લાસે તેની કેટલીક તસવીરો લીક કરી છે. તે મુજબ ફોનમાં 108MP પ્રાઈમરી કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનની ડાબી બાજુ ટોપ પર સિંગલ ફ્રન્ટ કેમેરા મળશે.

લીક કરવામાં આવેલી તસવીર અનુસાર, રિઅર કેમેરા સેટઅપની બાજુમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ મળશે. ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવશે.

ફોનની બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવશે. ફોનની નીચેની બાજુ સ્પીકર ગ્રીલ અને ટોપ સાઈડ 3.5mmનો ઓડિયો જેક મળશે. ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ ચાર્જિંગ મળશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. આ ફોનમાં 5G કનેક્ટિવિટી પણ મળી શકે છે. ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *