જિલ્લામાં તા. 5 માર્ચથી ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ 10 સામાન્ય પ્રવાહની પરીક્ષાની પરીક્ષાનું અંતિમ પેપર હોય અને તે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા અને તા.16 માર્ચનાં રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અંતિમ પેપર હતું જેથી ધોરણ 10 અને 12નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થતા તંત્ર અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
આજે ધોરણ 10 ની પરીક્ષાનું પણ અંતિમ પેપર
જો કે હજુ સમાન્ય પ્રવાહનાં ચાર પેપરો બાકી હોય રીક્ષા 21 માર્ચ સુધી ચાલશે. મંગળવારે ધોરણ 10માં બીજી ભાષામાં હિન્દી, સંસ્કૃત, અરેબીક ફસરી અને ઉર્દુ ભાષાનું પેપર હતું જેમાં નોંધાયેલા 16908 પૈકી 16554 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 354 જેટલા વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બીજી ભાષામાં ગુજરાતી નું પેપર હતું જેમાં નોંધાયેલ 1940 વિદ્યાર્થીઓ પૈકી 38 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તા.૧૬ માર્ચ ના રોજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થઈ હતી જયારે આજે ધોરણ 10 ની પરીક્ષાનું પણ અંતિમ પેપર હોય ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાશકરો થયો છે.