ગાંધીનગર / 405 કરોડના ખર્ચે મેટ્રો ટ્રેનની સ્પીડ 25થી વધારી 80 કિ.મી કરશે

Latest

2020-21માં મેટ્રો ટ્રેનની સ્પીડમાં વધારો કરવા માટે સરકારે 405 કરોડની ફાળવણી કરી છે. હાલમાં મેટ્રોની સ્પીડ 25 કિ.મીની છે જેને વધારીને હવે 80 કિ.મી કરવામાં આવશે. સાથે જ નવા સ્ટેશનો અને અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

પેસેન્જરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રખાયું
મેટ્રોમાં પેસેન્જરોની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. પેસેન્જર નીચે ટ્રેક પર ન પડે તે માટે પ્લેટફોર્મ પર સ્કીનગાર્ડ લગાવ્યાં છે. આ સ્કીનગાર્ડ ટ્રેનના આવવા પર જ ખુલે છે અને પેસેન્જર ટ્રેનમાં બેસી જાય ત્યાર બાદ ઓટોમેટિક બંધ થઈ જાય છે. સ્ટેશન પર મેટલ ડિટેક્ટર, સ્કેનર મશીન પણ છે જેના કારણે ટિકિટ લીધા વગર સ્ટેશનથી આગળની મુસાફરી નહીં કરી શકાય. સ્ટેશને ઓટોમેટિક ફેર કલેક્શન ગેટ છે. મેટ્રો ટ્રેન સંપૂર્ણ ઓટોમેટીક સંચાલિત છે. જોકે ટ્રેન પાયલટની હાજરી રહેશે.

શહેરના વિકાસ માટે 830 કરોડની ફાળવણી
ઉપરાંત આકસ્મિક ઘટનાઓ સામે લડવા માટે આધુનિક સાધનો તેમજ માનવ બળ રાખવામાં આવશે જેના માટે 103 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ વિસ્તારને ડેવલોપ કરવા, કંટ્રોલ સેન્ટર તેમજ સીસીટીવી સહિતના કામો પ્રગતિ હેઠળ છે. સરકારે સ્માર્ટ ટાઉન મિશન હેઠળ પાંચ નગરપાલિકાને પોતાના વિસ્તારોમાં વિકાસ કરવા માટે દર વર્ષે 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ સિટી વિસ્તારોમાં વિકાસ માટે 830 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથે જ શહેરમાં ગટર લાઈન, વરસાદના પાણીના નિકાસ માટે 800 કરોડની જોગવાઈ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *