ગુરુવારે કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા. અને તાલિબાની સત્તાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તાલિબાની લડાકુઓ દ્વારા ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવું જ અફઘાનિસ્તાનના ખોસ્ત રાજ્યમાં પણ થયું હતું. ત્યાં સામાન્ય જનતાના પ્રદર્શન પછી તાલિબાનોએ 24 કલાક માટે કર્ફ્યૂ લગાવી દીધો હતો.અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યાં છે.
તાલિબાન વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં સૌથી આગળ અફઘાની મહિલાઓ છે, જેઓ તાલિબાન પાસે તેમની આઝાદીની માગણી કરી રહી છે.અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસે રેલીમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા તાલિબાન લડાકુએ ભીડ પર ગોળીબાર કર્યા પછી ઘણા લોકોનાં મોત થયાં હતાં. તાલિબાનોએ ગોળીબાર શરૂ કરતાં જ લોકો ડરી ગયા હતા અને દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. આ જ પ્રમાણેના એક વિરોધપ્રદર્શન વિરુદ્ધ એક દિવસ પહેલાં જ તાલિબાનો તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ નાગરિકોનાં મોત થયાં છે.
અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યાં છે. તાલિબાન વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં સૌથી આગળ અફઘાની મહિલાઓ છે, જેઓ તાલિબાન પાસે તેમની આઝાદીની માગણી કરી રહી છે.અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસે રેલીમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા તાલિબાન લડાકુએ ભીડ પર ગોળીબાર કર્યા પછી ઘણા લોકોનાં મોત થયાં હતાં. તાલિબાનોએ ગોળીબાર શરૂ કરતાં જ લોકો ડરી ગયા હતા અને દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. આ જ પ્રમાણેના એક વિરોધપ્રદર્શન વિરુદ્ધ એક દિવસ પહેલાં જ તાલિબાનો તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ત્રણ નાગરિકોનાં મોત થયાં છે.