મોલ અને સુપર માર્કેટના નામે સસ્તાભાવની લાલચ આપી ગ્રાહકોને અખાદ્ય ચીજ વસ્તુઓ પકડાવી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશિત થયા છે, ત્યારે આવો જ એક કિસ્સો કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટનો બહાર આવવા પામ્યો છે. સદર માર્કેટ દ્વારા એક ગ્રાહકને અખાદ્ય અને જીવડાં પડેલ વસ્તુઓ પકડાવી દેવાના મામલે ગોબાચારી અને છેતરપીંડી કિસ્સો બહાર આવતા કાલોલ નગરમાં ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર મામલે ગ્રાહક દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કહેવાતા મોલ સંચાલકોએ યોગ્ય પ્રતિસાદ ન આપતા ન છૂટકે ગ્રાહકે જિલ્લા ફૂડ એન્ડ દ્રગ વિભાગમાં જાણ કરતા તાબડતોબ સ્થળ પર પહોંચેલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની ઝીણવટભરી તપાસમાં અખાદ્ય ખજૂર અને સૂકી દ્રાક્ષનો મોટો જથ્થો ઝડપતા મોલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોલ સંચાલક આ જથ્થો તેની મૂળ એક્સ. તારીખ પર નવા સ્ટીકર લગાવી વેચતો હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. સમગ્ર ઘટના પગલેને કાલોલના અન્ય મોલોમાં પણ આવી તપાસ કરવામાં આવે તો મસમોટી ગોબાચારી બહાર આવી શકે છે.
Home > Madhya Gujarat > Kalol > કાલોલ: કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટ માંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો.