ડાયટ ટિપ્સ / કોલેસ્ટેરોલથી બચવું હોય તો ભરપૂર માત્રા ફાઇબરયુક્ત ખોરાક લો, કિડનીને નુકસાન થતું અટકશે

Corona Food Health

કોલેસ્ટરોલ એ એક કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે શરીરમાં કોષોની રચના માટે જરૂરી છે. પરંતુ જો તેની માત્રા મર્યાદાથી વધી જાય તો તે ઘણી રીતે જોખમી સાબિત થઈ શકે છે. કોલેસ્ટેરોલ વધવું એ માત્ર હૃદય અને મગજ માટે જ ઘાતક નથી, પરંતુ તે કિડની માટે પણ હાનિકારક છે. તેથી, કોલેસ્ટેરોલનો સમયાંતરે ટેસ્ટ કરાવતા રહો જેથી, તેને કન્ટ્રોલમાં રાખી શકાય. કોલેસ્ટેરોલમાં વધારો એ આપણી ખાવાની ટેવ સાથે પણ જોડાયેલો હોય છે. એટલે કે, ડાયટમાં સુધારો કરીને પણ કોલેસ્ટરોલને કન્ટ્રોલ કરી શકાય છે.

સવારે લસણની બે કળી ખાવી

લસણમાં એવા એન્ઝાઈમ્સ હોય છે જે LDL એટલે કે બેડ કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદગાર સાબિત થઆય છે. એક રિસર્ચ અનુસાર, લસણના નિયમિત સેવનથી LDLના સ્તરમાં 9%નો ઘટાડો થઈ શકે છે. દરરોજ સવારના સમયે ખાલી પેટે લસણની બે કળી ચાવીને ખાવાથી ઘણા ફાયદા થશે.

ચા પીધાં પહેલાં બદામ ખાઓ

બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે બેડ કોલેસ્ટેરોલ ઘટાડવામાં અને ગુડ કોલેસ્ટેરોલ વધારવામાં મદદ કરે છે. તેને આગલી રાત્રે પાણીમાં પલાળીને સવારે ચા પીધાના આશરે 20 મિનિટ પહેલાં ખાવી જોઇએ. પાણીમાં પલાળેલી બદામમાં ફેટી તત્ત્વ ઘટી જાય છે. દરરોજ 5થી 6 બદામ ખાવી આવશ્યક છે. તેનો એક મહિનાનો ખર્ચ લગભગ એટલો જ હશે જેટલો કોલેસ્ટેરોલની દવામાં જાય છે. આ સાથે જ અખરોટનું સેવન પણ કરવું જોઇએ તો ફાયદો બમણો થઈ જશે. કાજુ ખાવાનું અવગણવું જોઇએ.

આહારમાં મહત્તમ ફાઇબર લો

નાસ્તાથી લઇને ડિનર સુધી તમે જ્યારે પણ જે પણ ખાઓ તે ફાઇબરયુક્ત હોવું જોઇએ. દરરોજ તમારા બંને સમયના ભોજનમાં સલાડ ચોક્કસપણે સામેલ કરો. સલાડમાં સામેલ તમામ પ્રકારની વસ્તુઓ જેમ કે, ડુંગળી, ગાજર, ટામેટા વગેરે ફાઇબર્સથી ભરપૂર હોય છે. ઓટ્સ, સપ્રાઉટ્સ અને શક્કરિયાંમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર્સ હોય છે. તેથી, તેને બ્રેકફાસ્ટમાં ખાઓ. નારંગી, પપૈયું અને ચીકૂ વગેરે ફળો પણ ફાઇબરનો સારો સ્રોત માનવામાં આવે છે.


બહારની તળેલી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકો

ટ્રાન્સફેટના સતત સેવનથી LDL જેવા બેડ કોલેસ્ટેરોલની માત્રા વધે છે, જ્યારે HDL જેવાં ગુડ કોલેસ્ટેરોલનું લેવલ 20% સુધી ઘટી જાય છે. ટ્રાન્સફેટ મુખ્ય રીતે ડીપ ફ્રાઇડ, બેક્ડ અને ક્રીમવાળી વસ્તુઓમાં હોય છે. ખાસ કરીને એક જ તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટ્રાન્સફેટની માત્રા વધી જાય છે. બહારના ફૂડમાં સામાન્ય રીતે આ પ્રકારના તેલનો વધારે ઉપયોગ થતો હોય છે. તેથી, બહારની ડીપ ફ્રાઇડ કરેલી વસ્તુઓ ખાવાની અવોઇડ કરવી જોઇએ.

વનસ્પતિ પ્રોટીનનું સેવન વધારો

વનસ્પતિ પ્રોટીન એટલે એવું પ્રોટીન જે વનસ્પતિઓમાંથી એટલે કે વૃક્ષો અનએ છોડમાંથી મળતું હોય. આ પ્રોટીન કઠોળ, રાજમા, ચણા, મગફળી, સોયાબીન વગેરે દ્વારા મેળવી શકાય છે. આ બેડ કોલેસ્ટેરોલનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે અને ગુડ કોલેસ્ટેરોલનું સ્તર વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *