રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદના બાલાગામ પાસે પાટીયા નજીક આવેલી મોટી ઘંસારીની સીમમાં રહેતા શામજી ભાઈ પુંજાભાઈ ધરસેંડાની વાડીમાં કુલ ત્રણ પાણીના બોર આવેલા છે. જેમાંના એક બોરમાંથી જોરદાર અવાજ થયા બાદ સો ફુટ જેટલી ઉંચી ધુડની ડમરી આકાશ તરફ ઉડ્યા બાદ પાણીના પ્રેશર સાથે પચ્ચીસથી ત્રીસ ફુટ જેટલો પાણીનો ફુવારો ઉંચો ઉડયો જે સતત દોઢેક કલાક ચાલુ રહ્યો હોવાનું ખેડુતે જણાવ્યું હતું આ ઘટનાની જાણ થતાં વાડી માલીક પરિવાર ખેતરમા કામ કરતા ખેત મજુરો તથા આજુબાજુના રહેવાસીઓ આ નજારો જોવા એકઠાં થયા હતા. અને કેશોદ માંગરોળ રોડથી ખેતર નજીક હોવાથી રોડ પરથી પસાર થતાં વાહનચાલકો પણ નજારો જોવા થંભી ગયા હતા. બોરમાંથી વીસ ફુટ કેસીંગ તથા બોર ઉપર રાખવામાં આવેલા પથ્થર પણ દુર ફંગોળાય ગયા હતા. આ બનાવની મોટી ઘંસારી ગ્રામ પંચાયત સરપંચ કિશોર સિંહ રાયજાદા ને જાણ થતાં સ્થળ ઉપર આવ્યા હતા. સમગ્ર ઘટનાની માહીતી જાણી ખેડુતે જણાવ્યું હતું કે સદનશીબે કોઈ મોટી નુકશાની થવા પામી નથી. હાલમાં પણ બોરમાં સામાન્ય હવાનો અવાજ સંભળાય રહ્યો છે.
દર વર્ષે બોરમાંથી ફુવારા ઉડવાના એકાદ બનાવ આવો બનવા પામે છે. આ વર્ષે રાણીંગપરા ગામે બનાવ બન્યો હતો. અગાઉ કેશોદ તાલુકામાં નાની ઘંસારી કેવદ્રા અજાબ સહીતના ગામોમાં આવી ઘટના બની હતી .