રરિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ પત્રકાર સંઘના નવા હોદ્દેદારોની નિમણુંક અંગે માંગરોળ શહેરના સર્કિટ હાઉસ ખાતે મિટીંગ મળી હતી.જેમાં સર્વ અનુમતે માંગરોળ ગુજરાત ન્યૂઝ રિપોર્ટર ને પ્રમુખ તરીકે જીતુ પરમાર અને ઉપપ્રમુખ તરીકે નિતિનભાઈ પરમાર, સેક્રેટરી તરીકે નિલેશ રાજપરા, જોઇન્ટ સેક્રેટરી તરીકે કાસીબ શમાંની નિમણુંક કરાયા બાદ વડીલ અગેવાનો દ્વારા હોદેદારોને હારતોરા પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.