રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
હિન્દુ સ્મશાનના દરવાજાના નકુચા અને તાડાઓ તોડી ગેર પ્રવૃતીઓ કરવામાં આવતી હતી. જે બાબતે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બે વખત સ્મશાનના દરવાજાના તાળા તોડવાનો બનાવ બન્યો હતો. આજે સ્મશાનના દરવાજાના નકુચો તોડવામાં આવતા ગ્રામ પંચાયત સરપંચ પુત્ર મનિષ પરમાર દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવશે ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવશે તેવુ જણાવ્યું હતું. કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવારા તત્વો દ્વારા દારૂ બનાવવામાં આવે છે. અને દારૂ વેંચાણ કરે છે. સ્મશાનમાં આવારા તત્વો દ્વારા દારૂની મહેફિલ દારૂની હેરાફેરી કરે છે. સ્મશાનમાં દરવાજાના નકુચા તાળા સ્ટ્રીટ લાઈટોમાં પણ નુકશાની પહોંચાડે છે. જે બાબતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખમીદાણા ગામે હિન્દુ સ્મશાનમાં આવારા તત્વો દ્વારા દરવાજાના તાડા તોડવાના અગાઉ પણ બનાવ બનેલ છે.જે બાબતે પોલીસ મથકે તથા એસપીને પણ રજુઆત કરવામા આવી છે. છતાં પોલીસ દ્વારા કોઈ ધ્યાન દેવામાં આવતું નથી.