રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
તાજા જન્મેલા બચ્ચાને રોજડી છોડીને જતા બચ્ચાની બે દિવસ ખેડુતે દેખભાળ રાખી.
ખેતી પાકમાં રોજના ત્રાસથી ખેડુતો પરેશાન હોવા છતા નિરાધાર બચ્ચા પ્રત્યે માનવતા દાખવી.
રોજના બચ્ચાને બે દિવસ ખુડુતોએ સાચવ્યા.
વન વિભાગ જવાબદારી ભુલ્યું?
બે દિવસ સુધી બચ્ચાને લઈ જવામાં ન આવ્યા.
બે દિવસ સુધી વન વિભાગ દ્વારા કોઈ જવાબદારી ન લેવામાં આવી હોવાનો ખેડુતે આક્ષેપ કર્યો.
બે દિવસ રીક્ષામાં બચ્ચાને સલામત રખાયા.
રીક્ષા ચાલકે માનવતા દાખવી બે દિવસ રીક્ષા બંધ રાખી બચ્ચાને આશરો આપ્યો.
બે દિવસમાં કુતરા કે અન્ય પશુઓ દ્વારા બચ્ચાને ઈજાગ્રસ્ત કરવામા આવ્યા હોત તો જવાબદાર કોની?
અમરાપુર એનીમલકેર સેન્ટર ખાતે બચ્ચાને મોકલવામાં આવ્યા હોવાનુ આર.એફ.ઓ એ જણાવ્યું.