રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના શીલ પાસે આવેલા સાંગાવાળા ગામમાં મેંદા વિસ્તારમાં યુવાનને વીજશોક લાગવાની ઘટના બની છે. સાંગાવાળા ગામે રહેતો 18 વર્ષીય યુવાન વિશાલ રસિકભાઈ માલમ રાત્રીના સમયે ગાયબ હતો. જેની જાણ સગા સંબંધીઓ દ્વારા મરીન પોલીસને કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા મોબાઈલના લોકેશન ના આધારે ટ્રેશ કરતા જે જગ્યાએ પહોંચતા ત્યાં વિજશોક લાગેલી હાલતમાં મૃતકની બોડી મળી આવી હતી.
મરીન પોલીસ સાથે શીલ ગામના સેવાભાવી જયેશ ચુડાસમા ની યુવા ટીમ દ્વારા વાળી વિસ્તારમાં થી મળી આવ્યો હતો.તેમજ આ યુવાનને ખેતરમાં પાકના રક્ષણ માટે ખેડુત દ્વારા લગાવવામાં આવેલા આવેલો વીજ કરંટ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમા માંગરોળ સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.મરીન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.