રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 7 વિસ્તારના અધુરા કામ પૂરા કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ, કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર સાત ના સદસ્ય શ્રીમતી કિંજલબેન એસ તડવી દ્વારા વોર્ડ નંબર સાત વિસ્તારમાં આવેલા અલગ અલગ કામો જેવા કે છત્ર વિલાસ પાસેના રસ્તાના અધૂરા રખાયેલા કામ તથા નિઝામ શાહ દરગાહ પાસેના રસ્તાના અધૂરા કામ ઝડપથી પૂર્ણ કરવા બાબતે રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વધુમાં જણાવ્યા અનુસાર આ બાબતની અરજી અગાઉ પણ ૨૧મી નવેમ્બર 2019 ના રોજ આપવામાં આવી હતી તેમ છતાં પણ આજદિન સુધી આ અરજીને કચેરી દ્વારા ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી નથી તો આ બાબતે આ રજૂઆતને કચેરી ગંભીરતાપૂર્વક લે અને સત્વરે કામ ચાલુ કરે તેવી માંગ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર સાત ના સદસ્યા શ્રીમતી કિંજલબેન એસ તડવીએ કરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *