નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ થયો ઓવરફલો: ડેમની સપાટી ૧૮૭.૯૩ મીટરે પહોંચી.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં ઓવરફલો થયેલ છે હાલમાં આ ડેમ ૨ સે. મી. ઓવરફલો છે તેમજ ૫૩.૦૦ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઈ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે નીચાણવાળા વિસ્તાર વાળા ગામોને એલર્ટ પણ કરાયા હોવાની જાણકારી તેમણે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *