રિપોર્ટર: જીતુ પરમાર, માંગરોળ
જુનાગઢ માંગરોળ પંથકમાં સતત ચાર દિવસથી ધોધમાર વરસાદિ જાપટાં થી ફરીવાર નોળી નદિમાં ઘોડાપુર આવ્યા.કામનાથ પાસે નોળી નદિના કોજવે ઉપર પાણી ફરી વળતાં ફરીવાર છ ગામો થયા સંપર્ક વિહોણા થયા.વિરપુર લંબોરા શેખપુર ચોટીલીવીડી સકરાણા સહીતના ગામોનો તાલુકા સાથે સંપર્ક તુટયો તો વહીવટી કચેરીઓ દ્વારા સરપંચો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને વાવડો પુછયાં. વરસાદથી ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં.મગફળી નું વાવેતર પાણીમાં ડુબતું જોવા મળ્યું.આમ ને આમ જો હજુ બે કે ત્રણ દિવસ વરસાદ જો શરુ રહે તો મગફળીના વાવેતરને જોરદાર નુકસાન થવાની સંભાવના છે.