ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચીનના વુહાનવાળા કોરોના વાયરસની લહેર ફરી વળી છે. ત્યારે આજના કેસથી સરકારની ઉંઘ અને તંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1640 કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આજે વધતા કેસની સાથે 1110 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને પોતાના ઘરે પહોંચ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 2,76,348 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. પરંતુ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો ઘટી ગયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં સાજા થવાનો રેસિયો 95.74 ટકાએ પહોંચ્યો છે.
