PM મોદી LIVE / નવા નિયમો સાથે શરૂ થશે લોકડાઉંન ૪.0 , ૧૮ મેં થી શરૂ થશે લોકડાઉંન ૪.૦

Corona Latest

સંબોધનના મુખ્ય અંશો

સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે.

2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું એ દરેક પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.

સમગ્ર દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ છે.

આ આફત પણ ભારત માટે એક સંકેત, એક સંદેશ, એક અવસર લઈને આવી છે.
પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.

સતર્ક રહીને આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આપણો દૃઢ સંકલ્પ આ સંકટથી પણ અનેક ગણો વિરાટ અને મક્કમ છે.
કેન્દ્ર સરકારએ આર્થિક પેકેજની જાહેરાત કરી

અગાઉ અને હાલ નું મળીને ૨૦ લાખ કરોડનું પેકેજ

આવતી કાલથી નાણામંત્રી આર્થિક પેકેજની આપશે માહિતી

ટેક્સ ભરનાર માધ્યમ વર્ગીય માટે પણ પેકેજ

એ સ્વપ્ન સાકાર કરવા માટે એક જ રસ્તો છેઃ આત્મનિર્ભરતા

એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે એકવીસમી સદી ભારતની જ હશે.

જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું.

આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.

એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ જ મહત્વના વળાંક પર ઊભા છીએ.

આત્મનિર્ભરતાનો અર્થ એવો નથી કે આત્મકેન્દ્રિત અર્થ વ્યવસ્થા હોય. ભારતની આત્મનિર્ભરતા વસુધૈવ કુટુમ્બકમ પ્રકારની છે. જે પૂરા વિશ્વને પરિવાર માનતી હોય.

ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *