રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હાલ જિલ્લામાં ૧૮ દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ છે જે પૈકી કેટલાક દર્દી અથવા તેના ઘરના સભ્યો બહાર ફરતા હોય તો સંક્રમણ વધવાની શક્યતા રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોના ના દર્દીઓ સતત વધી રહ્યા છે. તંત્ર દ્વારા હાલમાં હોમ આઇસોલેસન સારવારની સેવા પણ શરૂ કરાઇ છે પરંતુ ઘરે સારવાર લેતા પોઝીટીવ દર્દીઓ કે તેના સગા બિન્દાસ બની બહાર ફરતા હોવાની બુમ સંભળાઈ રહી છે ત્યારે જો આ બાબત સાચી હોય તો તે અન્યો માટે ખતરા સમાન કહી શકાય.
તંત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ હાલ હોમ આઇસોલેસન હેઠળ ૧૮ દર્દીઓ છે બાકીના કોવિડ-૧૯ માં સારવાર લઈ રહ્યા છે પરંતુ આ ૧૮ હોમ આઇસોલેસન પૈકીના કેટલાક દર્દીઓ કે તેના ઘરના સભ્યો ઘરની બહાર કોઈ રોક ટોક વગર બિન્દાસ ફરી રહ્યા હોય તો તેની તકેદારી કોણ રાખશે.? હાલ સંભળાતી બુમ મુજબ આ પૈકી અમુક બહાર ફરતા હોય જે અન્યો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હોય તેવા સંજોગો માં આરોગ્ય વિભાગે આવા દર્દીઓ ના નામ જાહેર કરવા જોઈએ અથવા તેના ઘર બહાર ફક્ત બોર્ડ મારવા ની સાથે સાથે ત્યાં વોચ પણ જરૂરી છે નહીં તો આવા દર્દીઓ ને કોવિડ ખાતે રાખવા જોઈએ નહીં તો રાજપીપળા શહેરમાં કોરોના સંક્રમણ વધી શકે તેમાં કોઈ બેમત નથી. આ બાબતે આરોગ્ય ના એપેડેમિક ઓફિસર ડો.કશ્યપે જણાવ્યું કે હાલ આવા ૧૮ દર્દીઓ છે.તેમના ઘરે લાલા બોર્ડ માર્યા છે.જેથી લોકો ને પણ જાણ થાય છતાં જો કોઈ હોમ આઇસોલેસન નો દર્દી બહાર નીકળે તો અમને કંટ્રોલ રૂમ પર આ બાબતે કોઈ જાણ કરશે તો અમે તેને તુરત તેને કોવિડ માં દાખલ કરી દઈશું. ફોન કરનારનું નામ પણ ગુપ્ત રખાશે.