ગુજરાતમાં ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગો અને કોમોર્બિડને આધારકાર્ડ વિના કોરોના વેક્સિન અપાશે.

Latest

ગુજરાત રાજ્યમાં ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગો માટે મોટો નિર્ણય , કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 88 હજાર 649ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,454 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 76 હજાર 348 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7847 એક્ટિવ છે.બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દરરોજ 2 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવશે. સરકારે તમામ લોકોને ઝડપથી રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. હાલમાં કેસ વધી રહ્યાં છે ત્યારે તમામ હોસ્પિટલમાં પથારીની પુરતી વ્યવસ્થા છે. હાલમાં 70 ટકાથી વધુ પથારીઓ ખાલી છે. રાજ્ય સરકાર પાસે કોરોના વેક્સિનનો પુરતો જથ્થો છે. આરોગ્ય વિભાગના કર્મીઓએ રાત દિવસ સેવા કરી છે. હાલમાં વિધાનસભાનું સત્ર ટુંકાવાની પણ કોઈ વિચારણા નથી.ગરીબો અન્રે વૃધો માટે ગણો સારો અને મોટો નિર્ણય લીધો છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *