રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
સુત્રાપાડા તાલુકાની મટાણા પ્રાથમિક શાળામાં ૧૧ માસની કોરોના મહામારી બાદ પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થયું. રાજ્ય સરકારે ધોરણ ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવાની મંજુરી આપતા દરેક બાળકને શાળા પરિવાર એ કુમકુમ તિલક કરી અને ગુલાબનું ફુલ આપીને આવકાર્યા હતા. શાળએ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાબેતા મુજબ પ્રથમ દિવસે જ શાળા શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લાની સ્માર્ટ શાળાઓ પૈકીની આ એક શાળા છે. આ શાળામાં આજુ બાજુ ગામ- રાખેજ,કડવાસણ,પેઢાવાડાના બાળકો પણ અભ્યાસ માટે આવે છે. શાળાનાં આચાર્ય રમેશભાઈ ખેર અને સ્ટાફએ મહામારી દરમિયાન પણ શેરી વર્ગો ચાલું રાખીને બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું છે. શાળામાં બાળકોના ઉમેળકાભેર સ્વાગત થી ગામ પણ ભાવ વિભોર થયું હતું, ખરેખર રાજ્યની તમામ સરકારી શાળાઓ આવી બને તો ખાનગી શાળામાંથી બાળકો સરકારી સ્કૂલોમાં આવે.