નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ. 3,02,700 દંડ પેટે વસુલાત

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોક ડાઉનલોડ ચુસ્ત અમલ ઘરમાં રહો સુરક્ષિત રહો માટે પોલીસ તંત્રની જાહેર અપીલ.

કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જિલ્લામાં તા. 25/3/20 થી 14/5/20 સુધીમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય ચાપતી નજર રાખીને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કુલ 850 કેસો કરી કુલ 1651 વ્યક્તિઓની અટકાયત કરી, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહનો સાથે ફરતા કુલ 1635 વાહનો ડિટેઇન કરી કુલ 320700/- નો દંડ પેટે વસુલ કરઈ છે. આમ લોકડાઉન ચુસ્ત અમલ દ્વારા નાગરિકોને ઘરમાં રહો સુરક્ષિત રહોની પોલીસ તંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે. જેમાં ડ્રોન દ્વારા કુલ 58 અને સીસીટીવીના કુલ 66 બેઠકો સહિત 1651 ઇસમોની અટક કરવામાં આવી છે.

નર્મદા પોલીસ દ્વારા જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરવા કટિબદ્ધ છે તેમજ કોરોનાવાયરસ થી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારના લોકડાઉનને સમર્થન મળી રહે તેના સંપૂર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત તત્પર રહે છે. તેવું પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *