રાજપીપલાના પત્રકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મ દિવસ સેવા દિવસ તરીકે મનાવ્યો.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

59મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000થી વધુ લોકો ને ઠંડા જીરા છાશ ના પેકેટોનુ વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.

નર્મદા જિલ્લાના સિનિયર પત્રકાર અને જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાનો જન્મ દિવસ કેક કાપીને નહી પણ સેવા દિવસ તરીકે મનાવ્યો હતો . 59મા જન્મદિને કેક ન કાપતા ગરમીમાં 1000થી વધુ લોકો ને ઠંડા જીરા છાશના પેકેટો નુ વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો.

આ અંગે પત્રકાર દીપકભાઈએ જણાવ્યુ હતુ કે આજે કોરોનાના મહાસંકટમા લોકો અનેક મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષમય જીવન વિતાવી રહ્યા છે ત્યારે જન્મદિવસની ઉજવણી કરવાનો વિચાર ક્યાંથી આવે? આજે 58 વર્ષ પૂરા થયા 59મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. લગભગ જીવનના 6 દાયકા તરફની સફરમા હંમેશા બીજાઓ માટે કઇક કરી છૂટવાની તમન્ના હર હંમેશ મારા માટે બળવત્તર બની રહી છે. ત્યારે કોરોનાના મહાસંકટમા જન્મ દિવસ ને સેવા દિવસ તરીકે ઉજવવાનુ નક્કી કર્યુ. જન્મ દિવસને એક નાનકડુ સેવાનુ માધ્યમ બનાવીએ એવુ નક્કી કર્યુ.
હુ એક પત્રકાર તરીકે કવરેજ કરવા જતો ત્યારે રોજ રાજપીપળા નગરમાં વિવિધ બેન્કો મા સવારે 10થી 1વાગ્યા સુધી 42 ડિગ્રી ગરમીમાં ભર તાપમા ઉભા રહેતા લોકો ને જોતો ત્યારે જ મે નક્કી કરી લીધુ કે એમને રાહત મળે એવુ કઇક કરવુ . તેથી આપણા ગ્રાહકોને ગરમીમાં રાહત મળે તેવા શુભ આશયથી નગરની તમામ બેન્કોમા ગરમીમાં કલાકો સુધી લાંબી કતારોમા ઉભા રહેતા ગ્રાહકો ને ઠંડી જીરા છાશના 1000થી વધુ પેકેટ નુ વિતરણ કર્યુ.

સાથે સાથે ગ્રાહકો ઉપરાંત 24 કલાક ગરમીમાં ખડે પગે કાયદો અને વ્યવસ્થાની સેવા કરતા રાજપીપલાના પોલીસકર્મીઓ, અધિકારીઓ , ટ્રાફિક ભાઈઓ, અને હોમગાર્ડ ભાઈઓને પણ છાશનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તથા માસ્ક , સેનેટાઇઝર તથા હાથ મોજાનુ પણ વિતરણ કર્યુ હતુ.

પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….

https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *