ભાવનગર : સર ટી.હોસ્પિટલની ટીમે બાળકીના માથામાં ફસાઈ ગયેલ કુકરને પોણો કલાકની મહેનત બાદ બહાર કાઢ્યું

Bhavnagar Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ

ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધાર્મિકભાઈ વાળાની એક વર્ષની દીકરીના માથામાં ફસાઈ ગયેલા કુકરને સર ટી.હોસ્પિટલના ડોકટરોની ટીમે 45 મિનિટની જહેમત બાદ તોડીને બહાર કાઢ્યું હતું.

ભાવનગરની પીરછલ્લા શેરીમાં રહેતા ધર્મેશભાઈ વાળા ની એક વર્ષની દીકરી પ્રિયાંશી પોતાના ઘરે રમતી હતી ત્યારે રમતા રમતા માથામા કુકર સલવાઇ ગયેલ હતું, ઘરના લોકોએ પ્રયત્ન કરવા છતા કુકર ન નીકળતા, બાળકને અત્રે ની સર ટી. હોસ્પિટલ ખાતેના તાત્કાલિક સારવાર વિભાગમા લાવેલ જ્યાં ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થો પેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે બુદ્ધિ પૂર્વકની 45 મિનિટની સઘન મહેનતના અંતે તે બાળકી ના માથામાથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા.

આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલઈશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હોસ્પિટલની રેસ્ક્યુ ઑપરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના વાયટલસ જેવા કે પલ્સ, ઓક્સિજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને બાળકના માથામાં ફસાયેલા આ કૂકર ને સિફતપૂર્વક બાળકને કશી જ ઇજા ના થાય એ રીતે કાઢી લેવાયું હતું. આજે ફરી એક વાર સર ટી. હોસ્પિટલના ડોકટરો, નર્સો અને તેમની ટીમ ની મહેનત રંગ લાવી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *