રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી પહોચી શકતા એટલે તેણે માં બનાવી અને કયારેક મા પણ બાળકનો ઉપચાર કરવામાંથી લાચાર બની જાય એટલે ડોકટર, તબીબી, ચિકિત્સકની જરૂર પડે છે માટે જ આપણે ડોકટરોને ભગવાનનો અવતાર કહીએ છીએ દુનિયામાં ડોકટરને ખૂબજ સન્માન આપવામાં આવે છે. અને ભારતમાં તો ડોકટરને પૂજનીય સ્થાન અપાય છે. ભારતમાં ડોકટર્સ ડે એક જાગૃતી અભિયાન છે. ભારતમાં ૧૯૯૧માં સરકાર દ્વારા ડોકટર ડેની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી ભારતના જાણીતા ડો. બિધાનચંદ્ર રોટ (ડો.બી.સી. રોય)ને શ્રધ્ધાંજલી અને સન્માન આપવા ૧ જુલાઈ ને તેમની પૂણ્યંતિથિ પર ડોકડર્સ ડે ઉજવાય છે.રાષ્ટ્રીય ડોકડર્સ ડે ને ૧ જુલાઈના દિવસે મનાવવામાં આવે છે. ડોકડર્સ ડે ના દિવસે ડોકડર્સની ઉપલબ્ધીઓ અને મેડીકલ ક્ષેત્રે નવા પરિમાણો મેળવવા માટે ડોકડર્સનું સન્માન કરવામાં આવે છે આમતો જીવન મૃત્યુ ભગવાનના હાથમાં હોય પરંતુ હવે ભગવાને માણસને ડોકટર બનાવે તેને જીવન આપવાનો અધિકાર આપ્યો છે. મેડીકલ ક્ષેત્રના ડોકટરોએ દિન પ્રતિદિન વિકાસ કર્યો છે. આજે મોટામાં મોટી બિમારીની પણ ડોકટર ઠીક કરી શકે છે.
ખાસ કરીને ચાલુ વર્ષે કોરોના ના આ કપરા કાળ માં અન્ય ઘણા કોરોના વોયરર્સ ની સાથે સાથે તરીકે ડોકટરોની ભૂમિકા પણ ખુબજ મહત્વની રહી છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે સમાજસેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટ્રી ઓ દ્વારા રાજપીપળામાં આવેલ સરકારી હોસ્પિટલ,,ખાનગી હોસ્પિટલ તથા ટ્રસ્ટ ની હોસ્પિટલ ના તમામ ડોક્ટરઓ તથા તેમના સ્ટાફ નું સન્માન કરી પુષ્પગુચ્છ આપવામાં આવ્યું અને કોરોનાની આ મહામારી માં ખડેપગે સેવા આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી સમાજસેવા ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન જુદા જુદા સેવાયજ્ઞો ચલાવવામાં આવે ગરીબ અને જરૂરિયાત વાળા ને અન્નદાન,વસ્ત્રદાન અને ભણતર માટે જરૂરી સામગ્રી પણ આપવામાં આવે છે અને સમાજમાં ઉપયોગી થતા સમાજસેવીઓ ને સાથે રાખી આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કર્યો કરાય છે ત્યારે આજે ટ્રસ્ટી મહેશચંદ્ર દલાલ જયેશભાઈ દોશી તુલભાઈ પુરાણી,દક્ષાબેન પટેલ,દત્તાબેન ગાંધી,નિમિતાબેન મકવાણા,તેજશભાઈ ગાંધી યાસીન ભાઈ તેમના ટ્રસ્ટના સભ્યો વી.એ ઉપસ્થિત રહી શહેર ના તમામ ડોક્ટરઓ ના સન્માન કર્યા હતા.