રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
આજે અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી અગત્યની સેવાઓ સિવાય તમામ બજારો બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે. પરંતુ હકીકતે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ બાબતે જીલ્લા કલેકટર શ્રી આયુષ ઓક એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લાવાસીઓમાં બજારો બંધ રહેવાની વાતો થાય છે એ અફવા છે. હાલ રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા એવી કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. તથા ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે ત્યારે રાજય સરકારની સૂચના મુજબ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને જિલ્લાવાસીઓને અગાઉથી જાણ કરવામાં આવશે. કલેકટરશ્રી દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવે છે.
પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….
https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH