રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
કોરોનાવાયરસ ના કારણે આખા ભારત દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને કલમ ધારા 144 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે તે દરમ્યાન લોકડાઉન સંપૂર્ણ સફળ બને તે માટે સરકાર દ્વારા અગત્યના પગલાં ભરાઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પણ આમોદના પીએસઆઇ બીજી યાદવ મેડમ દ્વારા લોકડાઉનને ને સંપૂર્ણ સફળ બનાવવા માટે ચુસ્તપણે પાલન કરાવાય રહ્યું છે અને ૨૪ કલાક સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ હાથ ધરાઈ રહી છે તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે જાહેરનામાના ભંગ કરનારાઓ સામે આમોદ પોલીસે દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જાહેરનામાના ભંગ ના કલમ 188 મુજબ 29 તેમજ કલમ 135 મુજબ 51 તેમજ માસ્ક વિના ટહેલતા 245 એમ કુલ 325 ગુના આમોદ પોલીસ મથકે નોંધાયા છે
કલેકટર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામા ભંગ કરનારાઓ સામે આમોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આમોદ લોકડાઉન સંપૂર્ણ પણે સફળ બને તે માટે આમોદમા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સતત પેટ્રોલિંગ હોવાને કારણે આમોદમા લોકડાઉન સંપૂર્ણ સફળ બનશે તેની ખાતરી જોવાઈ રહેલા આમોદ તાલુંકાના દ્રશ્યો આપી રહ્યા છે