રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી.આર પાટીલની સૂચના મુજબ વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ડભોઇ ખાતે જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના સૌ ઉમેદવારોએ ડભોઇ-દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા (શોટ્ટા)ની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા હતા. અને પોતાના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા.જેમાં જિલ્લા પંચાયતની સીમળીયા બેઠક ઉપરના ભાજપના સક્રિય આગેવાન અને ભાજપના કમૅઠ કાયૅકર અશ્વીન પટેલે (વકિલે) પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે ડભોઈ -દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(શોટ્ટા) અને ભાજપના આગેવાનોએ અને ભારતીય જનતા પક્ષે મારા ઉપર વિશ્વાસ રાખી આ બેઠક ઉપર મને ઉમેદવાર બનાવ્યો છે ત્યારે આ બેઠક ઉપર ભારતીય જનતા પક્ષ બહુમતીથી વિજય બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાની ખૂબ જંગી બહુમતીથી સીટો આવશે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમર્પણ દિન નિમિત્તે દરેક ઉમેદવાર પાસે પ્રજાના કામો કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી તે પ્રતિજ્ઞા ને ધ્યાને લઈ સૌ ઉમેદવાર જીત્યા પછી પણ પ્રજાના કામો અચૂક કરશે એવો વિશ્વાસ દરેક ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો.