રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા ગઈ કાલે મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વવારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા આ ઉમેદવારો શુક્રવારે સવારે ખુલતી ઓફિસએ શુભ ચોઘડિયા જોવડાવી ઉમેદવારી નોંધાવવા હળવદ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. જેમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૩૬ ફોર્મ ભરાયા હતા. જ્યારે હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની ૫ સીટ માટે ૭ ફોર્મ ભરાયા હતા. ત્યારે બંને પક્ષ તરફથી ચૂંટણી માટે એડી ચોંટીનું જોર લગાવવામાં આવે તેવું લાગી રહ્યુ છે. જ્યારે બંને પક્ષને હફાવા માટે અપક્ષ પણ તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. ઉમેદવારી નોંધાવવા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તાલુકા લેવલના હોદેદારો હાજર રહ્યા હતા. સાથે તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ પાર્ટીએ પોતાના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે. ત્યારે તનતોડ મહેનત કરી પોતાની જીતનો વિશ્વાસ આપ્યો હતો. હવે ક્યાં ઉમેદવારો ને પ્રજા સ્વીકારે છે તે તો આવનારો સમય જે બતાવશે.