રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આગામી મહાનગર સેવા સદનની સ્થાનિક ચૂંટણીઓની લઈ મહાનગરના ૧૩ વોર્ડના “૫૨” ઉમેદવારોના ઉમેદવારી પત્રક આજે બપોરે ૧૨/૩૯ કલાકે વિજયી મુહૂર્તમાં ભરવામાં આવ્યા હતા. આ સમયે પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને રાજ્ય સરકારના વરિષ્ઠ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી બેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, સંગઠન પ્રભારી અને પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમા, સ્થાનિક ઇન્ચાર્જ ગીરીશભાઈ શાહ અને હરુભાઈ ગોંડલીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી વતી આજે ઉમેદવારી પત્રકો રજૂ કરવા જઈ રહેલા ઉમેદવારોને “વિજયી ભવો” ના આશીર્વાદ પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પાર્ટીએ લોકોની અપેક્ષામાં ખરા ઉતરી શકે તેવા યુવાન, એજ્યુકેટેડ અને તમામ જ્ઞાતિઓના સમાવેશ સાથે સૌનો “સાથ સૌનો વિકાસ” સૂત્રને ન્યાય આપતા સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપતા ટિકિટૉની ફાળવણી કરી છે જેને આગામી દિવસોમાં સંસ્કારી નગરી ભાવેણાની જનતા ગત વર્ષોમાં કરેલા વિકાસના અઢળક કાર્યોને આધારે વધાવશે અને સ્પષ્ટ બહુમતી સાથે તમામ ૫૨ બેઠકો પર વિજયી બનાવશે તેવો વિશ્વાસ અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી.